![]() |
Add caption |
આ પ્રકારની જમીન ભેજવાળા વિસ્તારમાં જૈવિક પદાર્થોના સંચયથી વિકસે છે. વર્ષાઋતુ દરમિયાન આ જમીન પાણીમાં ડૂબેલી હોય છે અને પાણી ઓસરતા તેમાં ડાંગરની ખેતી કરવામાં આવે છે. આ જમીનમાં જૈવિક પદાર્થો અને ક્ષારોની બહુલતા તથા ફોસ્ફેટ અને પોટાશની અલ્પતા જોવા મળે છે. આવી જમીન ઓડિસા , પશ્ચિમ બંગાળ , તામિલનાડુના કિનારાના ભાગો ,ઉત્તર બિહારનો મધ્ય ભાગ અને ઉત્તરાખંડના અલમોડા જિલ્લાઓમાં જોવા મળે છે. આ જમીનનું ક્ષેત્ર અત્યંત મર્યાદિત વ્યાપ ધરાવે છે. આવી જમીનને દલદલ પ્રકારની કે પીટની જમીન કહે છે. જે ઉપરના ચિત્ર પરથી આપણને સ્પષ્ટ ખ્યાલ આવશે
લેટેરાઈટ કે પડખાઉ જમીન
આ જમીનનું નામ લેટિન ભાષાના શબ્દ 'LATER ' એટલે ઈટ પરથી પડ્યું છે। તેનો લાલ રંગ લોહ ઓકસાઈડને કારણે હોય છે. આ જમીન ભીની થાય ત્યારે માખણ જેવી મુલાયમ અને સુકાય ત્યારે સખત બની જાય છે. સૂકી અને ભેજવાળી આબોહવાના પરિવર્તનથી અને સીલિકામય પદાર્થોના નિવારણથી તેનું નિર્માણ થયેલું છે। ભારતીય દ્વિપકલ્પિય ઉચ્ચપ્રદેશોના ઉંચણાવાળા ભાગોમાં વિકસિત થયેલી જોવા મળે છે. આ પ્રકારની જમીનમાં મુખ્યત્વે લોહતત્વ , પોટાશ અને એલ્યુમિનિયમનું પ્રમાણ વધારે જોવા મળે છે. આ જમીન ઓછી ફળદ્રુપ હોય છે। આ જમીનને પડખાઉ જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે.
કાળી જમીન
- કાળી અથવા રેગુર જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 15% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે.
- આ જમીન મહારાષ્ટ્ર , મધ્ય પ્રદેશ , આંધ્ર પ્રદેશ , કર્ણાટક જેવા રાજ્યોમાં વધુ છે.
- આ જમીનમાં કપાસનો પાક થતો હોવાથી આ જમીનને કપાસની કાળી જમીન તરીકે પણ ઓળખવામાં છે
- આ જમીનની ભેજ સંગ્રહણ શક્તિ વધારે છે.
- લોહ , ચૂનો , પોટાશ , એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ કાર્બોનેટ નું પ્રમાણ વધુ જોવા મળે છે .
કુચીપુડી નૃત્ય
શ્રી લાલબહાદુર શાસ્ત્રી


જન્મ : - 2જી ઓકટોમ્બર 1904
જન્મ સ્થળ : - મુગલસરાય , ઉત્તર પ્રદેશ
માતાનું નામ : - રામદુલારી દેવી
પિતાનુંનામ : - શ્રી શારદા પ્રસાદ
પત્ની : - લલિતાદેવી
ભારત દેશના ત્રીજા વડા પ્રધાન મંત્રી
પદભાર ગ્રહણ : - 9મી જૂન 1964થી 11મેં 1966
શાસ્ત્રીજી ને તેમની સાદગી દેશભક્તિ અને ઈમાનદારી માટે આખું ભારત શ્રદ્ધા પૂર્વક યાદ કરે છે. ઈ સ. 1966માં ભારત રત્ન થી સન્માનવામાં આવ્યા
" જય જવાન જય કિસાન "
No comments:
Post a Comment