Tuesday, 9 October 2018

BHARATANO VARASO

                                            કૃષિ પ્રકારો                                     

    ભારતના લોકોની સામાજિક-આર્થિક સ્થિતિ ,રાષ્ટ્રિય રાજનીતિ અને ભારતનું સમગ્ર અર્થતંત્ર ખેતી સાથે જોડાયેલું છે. સિંચાઈ પદ્ધતિ ,ખેત પેદાશો ,આર્થિક વળતર જેવી બાબતો ના આધારે ખેતીના પ્રકારો પાડવામાં આવ્યા છે.   

1. જીવન નિર્વાહ ખેતી : - 
ભારતના ખેડૂતની આર્થિક સ્થિતિ આજે પણ પ્રમાણમાં નબળી છે. નાના કદના  ખેતરોમાં મોંઘાદાટ બિયારણો ,ખાતર અને જંતુનાશકોનો ઉપયોગ કરવો પોસાય તેમ નથી. ખેતરમાં થતું અનાજનું ઉત્પાદન પોતાના પરિવારના ઉપયોગ જેટલું જ થાય છે. ,જે તેના કુટુંબોના ભારણ પોષણમાં જ વપરાય જાય છે. માટે આવી ખેતીને જીવન નિર્વાહ કે આત્મ નિર્વાહ ખેતી કહેવામાં આવે છે. 
2. સૂકી ખેતી : - 
વરસાદ ઓછો પડે છે ,સિંચાઈની અપૂરતી સગવડ અને માત્ર વરસાદ પાર આધારિત હોય તેવા વિસ્તારોમાં માત્ર જમીનમાં સંગ્રહાયેલા ભેજના આધારે એક જ પાક લેવામાં આવે છે. તેને સૂકી ખેતી કહે છે. અહી જુવાર,બાજરીઅને કઠોળ જેવા પાણીની ઓછી જરૂરિયાત વાળા પાકો થાય છે. 
3. આર્દ ખેતી : - 
જ્યા વરસાદનું પ્રમાણ વધુ છે અને સિંચાઈની સગવડ પણ વધુ છે તેવા વિસ્તારોમાં આર્દ ખેતી કરવામાં આવે છે. વરસાદ ન પડે કે ઓછો પડે ત્યારે સિંચાઈ દ્વારા વર્ષમાં એક કરતા વધુ પાકો લઈ શકાય છે. જેમાં ડાંગર,શેરડી,કપાસ વગેરેની ખેતી થાય છે. 
4. સ્થળાંતરિત (ઝુમ )ખેતી : - 
આ પ્રકારની ખેતીમાં જંગલોમાં ઝાડો કાપીને તેને સળગાવીને જમીન સાફ કરી ત્યાં ખેતી કરાય છે અહી બે-ત્રણ વર્ષ ખેતી કરાય છે.જમીનની ફળદ્રુપતા ઘટતા આ વિસ્તાર છોડી દઈને બીજી જગ્યાએ આજ રીતે ખેતી કરવામાં આવે છે. આ ખેતીને ઝૂમ ખેતી પણ કહે છે. આ ખેતીમાં ધ્યાન પાક કે શાકભાજી ઉગાડાય છે.  
5. બાગાયતી ખેતી : - 
બાગાયતી ખેતી એક ખાસ પ્રકારે થતી ખેતી છે. એમાં રબર, ચા, કોફી, કોકો, નાળિયેરી ઉપરાંત સફરજન,કેરી,સંતરા,દ્રાક્ષ , આંબળા , લીંબુ, ખારેક વગેરે ફળોની ખૂબજ માવજત સાથે ખીતી  કરાય છે. આ પ્રકારની ખેતીમાં વધુ મૂડી રોકાણની જરૂર પડે છે. સાથે સાથે પરિવહનની સુવિધા પણ હોવી જોઈએ 
6. સઘન ખેતી : - 
જ્યા સિંચાઈની સુવિધા વધી છે ત્યાં રાસાયણિક ખાતરો , કીટનાશક અને વિવિધ પ્રક્રિયામાં યંત્રોના વ્યાપક ઉપયોગથી ખેતીમાં યાંત્રીકરણ આવી ગયું છે. આ પ્રકારે થતી ખેતી ને સઘન ખેતી કહે છે. આ ખેતીમાં રોકડિયા પાકોનું વાવેતર વધુ પ્રમાણમાં કરાય છે. આ ખેતીમાં આર્થિક વળતરને મહત્વ અપાતું હોવાથી તેને વ્યાપારી ખેતી પણ કહે છે. 

No comments:

Post a Comment