ભારતની નૃત્ય કલા
ભરત નાટ્યમ
ભરત નાટ્યમનું ઉદભવ સ્થાન તમિલનાડુ રાજ્યનો તાંજોર જિલ્લો ગણાય છે. ભરત મુનિએ રચેલ 'નાટ્યશાસ્ત્ર ' અને નંદીકેશ્વર રચિત 'અભિનવ દર્પણ' આ બંને ગ્રંથો ભરતનાટ્યમના આધાર-સ્ત્રોત છે.
મૃણાલિનીસારાભાઈ, ગોપીકૃષ્ણ ફિલ્મ ક્ષેત્રની જાણીતી અભિનેત્રીઓ વૈજયંતિમાલા , હેમામાલિની વગેરેએ આ નૃત્યનો વારસો જાળવી રાખ્યો છે.
કથક નૃત્ય
- 'કથન સો કથક કહાવે ' વાક્ય પરથી કથક ઉતારી આવ્યું છે. આ નૃત્યનો ઉત્તર ભારતમાં વધુ વિકાસ થયેલો જોવા મળે છે.
- આ નૃત્યમાં સ્ત્રીઓ ચુડીદાર પાયજામો અને ઉપર ઘેરવાળું વસ્ત્ર પહેરે છે.
- પંડિત શ્રી બિરજુ મહારાજ ,સિતારાદેવી અને કુમુદિની લાખિયા વગેરે એ આ કલાને જીવંત રાખી છે.
- મહાભારતમાં શ્રીકૃષ્ણ અને ગોપીઓ સાથેના નૃત્યોની કથાઓ આધારિત કથક નૃત્યનો વૈષ્ણવ સંપ્રદાયની શૃંગાર ભક્તિ સાથે ઉત્તર ભારતમાં વિકાસ થયો છે.
- આ નૃત્યમાં એક પગ પાર ગોળ-ગોળ ફરવું અને નૃત્યના પ્રસંગો પ્રદર્શીત કરવામાં આવે છે.
No comments:
Post a Comment