Friday, 5 October 2018

BRIHADESHVAR TEMPLE TANJOR


               બૃહદેશ્વર  મંદિર તાંજોર(થુંજાવુર) (તમિલનાડુ )               
                                                                      
                                                                    બૃહદેશ્વર મંદિર 



તંજાવુર નામ હિન્દૂ પૌંરાણિક કથાના તંજાન નામના અસુરના નામ પરથી આવ્યું હોય તેવું માનવામાં આવે છે. જેને હિન્દૂ દેવતા વિષ્નુદ્વારા આ સ્થળ પર મારી નાખવામાં આવ્યો હતો. તેવું માનવામાં આવે છે. 
     તામિલનાડુના તાંજોરમાં આ મંદિર આવેલું છે. આ મંદિરનું નિર્માણ ઈસ. 1003થી ઈસ.1010ના સમય ગાળામાં થયું હતુ. આ મંદિર મહાદેવ શિવનું હોવાથી તેને બૃહદેશ્વર મંદિર કહે છે. 
        આ મંદિર ચોલ વંશં ના રાજા રાજરાજ પ્રથમે બંધાવ્યું હતું તેથી તેને રાજરાજેશ્વર મંદિર પણ કહે છે. આ મંદિર 500 ફૂટ લંબાઈ અને 250 ફૂટ પહોળાઈ ધરાવતા કોટવાળા ચોગાનમાં બનાવેલું છે. આ મંદિરનું શિખર જમીનથી લગભગ 200ફૂટ ઉંચુ છે અને તે સમયે બૃહદેશ્વર મંદિર ઊંચા શિખર વાળા મંદિરમાં સ્થાન પામતું  દ્રવિડ શૈલીમાં નિર્માણ પામેલ આ મંદિર દક્ષિણ ભારતના મંદિરોમાં મહત્વનું સ્થાન ધરાવે છે. 



No comments:

Post a Comment