Sunday, 14 October 2018

રાણીકી વાવ પાટણ

                
                    રાણીકી વાવ પાટણ



રાણીની વાવ ગુજરાત રાજ્યના પાટણ જિલ્લાના પાટણ શહેરમાં આવેલી છે.આ વાવ પાટણ શહેરનું જોવા લાયક ઐતિહાસિક સ્થળ છે. અણહિલવાડ પાટણના સોલંકી વંશના સ્થાપક મૂળરાજ સોલંકીના પુત્ર ભીમદેવ પહેલાની રાણી ઉદયમતીએ 11મી સદીના અંતિમ ચતુર્થાસમાં પ્રજા માટે પાણીની વ્યવસ્થા ઉભી કરવા 68મી.લાંબી સાતમાળાની 27મી. ઉડી વાવનું નિર્માણ કરાવ્યું હતું
             રાણીની વાવ સાત માલ જેટલી ઊંડી છે,વાવમાં દેવી દેવતાઓની સાથે  સાથે અનુચરતી અપ્સરાઓ , નાગકન્યાઓની કલાત્મક મૂર્તિઓ કંડારવામાં આવેલી છે. ઈ.સ. 2014માં યુનેસ્કો દ્વારા વૈશ્વિક વારસાના સ્થળોમાં આ વાવનો સમાવેશ કરવામાં આવ્યો છે. આમ રાણીની વાવ એ વાતની પ્રતીતિ કરાવે છે કે પ્રાચીન સમયમાં પણ જળવ્યવસ્થાપનાની કેટલી સુંદર વ્યવસ્થા હતી. 
                                                    જય હિન્દ જય ભારત 

No comments:

Post a Comment