Friday, 12 October 2018

NAVRATRI GARBO MAHITI


                  નવરાત્રી  ગરબા વિશેષ માહિતી



ગરબો શબ્દ 'ગર્ભ-દીપ ઉપરથી બન્યો છે. ઘડાને કોરાવીને તેમાં દીવો મૂકવો અને એની ચોમેર કે તેને માથે મૂકી ગોળાકારે નૃત્ય કરવું તે ગરબો. સમગ્ર ગુજરાત રાજ્ય માં નવરાત્રિ -આસો સુદ-1થી આસો સુદ-9 દરમ્યાન રમાય છે. નવરાત્રિ આદ્યશક્તિ માં જગદંબાની પૂજા અને આરાધનાનું પર્વ છે. ભગવદ્ ગોમંડળમાં ગરબો શબ્દનો અર્થ આ રીતે કરવામાં આવ્યો છે. અંદર દીવો હોય એવા કાણા-કાણા વાળો માટીનો કે ધાતુનો નાનો મોરિયો. દીવો ઠરી ન જાય અને તેના કિરણ ચારે બાજુ નીકળી શોભે તે માટે તેને ઘણા છીદ્રો રાખવામાં આવ્યા હોય છે. તાલીઓ પાડતા દીવા કે માંડવાની આસપાસ ફરતા ગાવું તે ગરબો. ગરબો સર્વાંશે ધર્મનું પ્રતીક છે. ગરબાના બે પ્રકારો છે. (1) પ્રાચીન ગરબા (2) અર્વાચીન ગરબા 
  • પ્રાચીન ગરબામાં ગીત,લય,સુર અને તાલ ની જમાવટ હોય છે.   
  • ગુજરાતમાં ગરબા ઉપરાંત ગવાતી ગરબીનો સંબંધ મહદ અંશે શ્રી કૃષ્ણ ભક્તિ સાથેનો છે. ગુજરાતી કવિ દયારામે ગોપીભાવે શ્રીકૃષ્ણપ્રેમની રંગભરી ગરબીઓ રચી ગુજરાતી સ્ત્રીઓના કંઠને  ગુંજતો કરી દીધો   
      રાસ: - રાસ એટલે ગોળાકારે ફરતા ફરતા નૃત્ય સાથે ગાવું તે. આપણે ત્યાં શ્રીકૃષ્ણ ભગવાને ભક્ત નરસિંહ મહેતાને રામલીલા બતાવી હતી તેવી કથા છે. ગુજરાતમાં મોટાભાગે નવરાત્રિ તથા જન્માષ્ટમી જેવા તહેવારોએ રાસ રમાય છે. દાંડિયારાસ એ રાસનો જ એક પ્રકાર છે. 

    No comments:

    Post a Comment