મોઢેરા સૂર્ય મંદિર
- ગુજરાતના મહેસાણા જિલ્લાના મોઢેરા ગામમાં મોઢેરા સૂર્ય મંદિર છે.
- આ સૂર્ય મંદિર ઈસ. 1026માં સોલંકી યુગના રાજવી ભીમદેવ પહેલાના શાસનકાળમાં -બંધાયું હતું
- આ મંદિરની પૂર્વ દિશામાં આવેલ પ્રવેશદ્વાર એવી રીતે રચાયેલું છે કે સૂર્યનું પ્રથમ કિરણ મંદિરની છેક અંદર ગર્ભગૃહમાં રહેલી સૂર્ય પ્રતિમાના મુકુટની મધ્યમાં રહેલા માની પર પડતા આખું મંદિર પ્રકાશથી ઝળહળી ઉઠતું અને સમગ્ર વાતાવરણમાં દિવ્યતા પ્રગટતી
- આ મંદિરમાં સૂર્યની 12 વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી આજે પણ જોઈએ શકાય છે.
- આ મંદિરનું નકશીકામ ઈરાની શૈલીમાં થયેલું જોવા મળે છે.
- મંદિરની બહારના જલકુંડની ચારે બાજુ નાના નાના કુલ 108 જેટલા મંદિરો આવેલા છે.
- ઉષા અને સંધ્યાકાલે પ્રગટતી દિપમાળાને લીધે એક નયનરમ્ય દ્રશ્ય ઉભું થાય છે.
No comments:
Post a Comment