Saturday, 29 December 2018
Wednesday, 26 December 2018
Monday, 24 December 2018
Sunday, 23 December 2018
Wednesday, 19 December 2018
Saturday, 15 December 2018
Sunday, 9 December 2018
Saturday, 8 December 2018
Tuesday, 4 December 2018
પ્રકરણ - ૬ ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો. પી.ડી.એફ
પ્રકરણ - ૬ ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો. પી.ડી.એફ.
Saturday, 24 November 2018
Friday, 23 November 2018
Monday, 19 November 2018
Sunday, 11 November 2018
Sunday, 14 October 2018
રાણીકી વાવ પાટણ
રાણીકી વાવ પાટણ
રાણીની વાવ ગુજરાત રાજ્યના પાટણ જિલ્લાના પાટણ શહેરમાં આવેલી છે.આ વાવ પાટણ શહેરનું જોવા લાયક ઐતિહાસિક સ્થળ છે. અણહિલવાડ પાટણના સોલંકી વંશના સ્થાપક મૂળરાજ સોલંકીના પુત્ર ભીમદેવ પહેલાની રાણી ઉદયમતીએ 11મી સદીના અંતિમ ચતુર્થાસમાં પ્રજા માટે પાણીની વ્યવસ્થા ઉભી કરવા 68મી.લાંબી સાતમાળાની 27મી. ઉડી વાવનું નિર્માણ કરાવ્યું હતું
રાણીની વાવ સાત માલ જેટલી ઊંડી છે,વાવમાં દેવી દેવતાઓની સાથે સાથે અનુચરતી અપ્સરાઓ , નાગકન્યાઓની કલાત્મક મૂર્તિઓ કંડારવામાં આવેલી છે. ઈ.સ. 2014માં યુનેસ્કો દ્વારા વૈશ્વિક વારસાના સ્થળોમાં આ વાવનો સમાવેશ કરવામાં આવ્યો છે. આમ રાણીની વાવ એ વાતની પ્રતીતિ કરાવે છે કે પ્રાચીન સમયમાં પણ જળવ્યવસ્થાપનાની કેટલી સુંદર વ્યવસ્થા હતી.
જય હિન્દ જય ભારત
Saturday, 13 October 2018
Friday, 12 October 2018
NAVRATRI GARBO MAHITI
નવરાત્રી ગરબા વિશેષ માહિતી
ગરબો શબ્દ 'ગર્ભ-દીપ ઉપરથી બન્યો છે. ઘડાને કોરાવીને તેમાં દીવો મૂકવો અને એની ચોમેર કે તેને માથે મૂકી ગોળાકારે નૃત્ય કરવું તે ગરબો. સમગ્ર ગુજરાત રાજ્ય માં નવરાત્રિ -આસો સુદ-1થી આસો સુદ-9 દરમ્યાન રમાય છે. નવરાત્રિ આદ્યશક્તિ માં જગદંબાની પૂજા અને આરાધનાનું પર્વ છે. ભગવદ્ ગોમંડળમાં ગરબો શબ્દનો અર્થ આ રીતે કરવામાં આવ્યો છે. અંદર દીવો હોય એવા કાણા-કાણા વાળો માટીનો કે ધાતુનો નાનો મોરિયો. દીવો ઠરી ન જાય અને તેના કિરણ ચારે બાજુ નીકળી શોભે તે માટે તેને ઘણા છીદ્રો રાખવામાં આવ્યા હોય છે. તાલીઓ પાડતા દીવા કે માંડવાની આસપાસ ફરતા ગાવું તે ગરબો. ગરબો સર્વાંશે ધર્મનું પ્રતીક છે. ગરબાના બે પ્રકારો છે. (1) પ્રાચીન ગરબા (2) અર્વાચીન ગરબા
પ્રાચીન ગરબામાં ગીત,લય,સુર અને તાલ ની જમાવટ હોય છે.
ગુજરાતમાં ગરબા ઉપરાંત ગવાતી ગરબીનો સંબંધ મહદ અંશે શ્રી કૃષ્ણ ભક્તિ સાથેનો છે. ગુજરાતી કવિ દયારામે ગોપીભાવે શ્રીકૃષ્ણપ્રેમની રંગભરી ગરબીઓ રચી ગુજરાતી સ્ત્રીઓના કંઠને ગુંજતો કરી દીધો
- રાસ: - રાસ એટલે ગોળાકારે ફરતા ફરતા નૃત્ય સાથે ગાવું તે. આપણે ત્યાં શ્રીકૃષ્ણ ભગવાને ભક્ત નરસિંહ મહેતાને રામલીલા બતાવી હતી તેવી કથા છે. ગુજરાતમાં મોટાભાગે નવરાત્રિ તથા જન્માષ્ટમી જેવા તહેવારોએ રાસ રમાય છે. દાંડિયારાસ એ રાસનો જ એક પ્રકાર છે.
Wednesday, 10 October 2018
MODHERA SUN TEMPLE
મોઢેરા સૂર્ય મંદિર
- ગુજરાતના મહેસાણા જિલ્લાના મોઢેરા ગામમાં મોઢેરા સૂર્ય મંદિર છે.
- આ સૂર્ય મંદિર ઈસ. 1026માં સોલંકી યુગના રાજવી ભીમદેવ પહેલાના શાસનકાળમાં -બંધાયું હતું
- આ મંદિરની પૂર્વ દિશામાં આવેલ પ્રવેશદ્વાર એવી રીતે રચાયેલું છે કે સૂર્યનું પ્રથમ કિરણ મંદિરની છેક અંદર ગર્ભગૃહમાં રહેલી સૂર્ય પ્રતિમાના મુકુટની મધ્યમાં રહેલા માની પર પડતા આખું મંદિર પ્રકાશથી ઝળહળી ઉઠતું અને સમગ્ર વાતાવરણમાં દિવ્યતા પ્રગટતી
- આ મંદિરમાં સૂર્યની 12 વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી આજે પણ જોઈએ શકાય છે.
- આ મંદિરનું નકશીકામ ઈરાની શૈલીમાં થયેલું જોવા મળે છે.
- મંદિરની બહારના જલકુંડની ચારે બાજુ નાના નાના કુલ 108 જેટલા મંદિરો આવેલા છે.
- ઉષા અને સંધ્યાકાલે પ્રગટતી દિપમાળાને લીધે એક નયનરમ્ય દ્રશ્ય ઉભું થાય છે.
Tuesday, 9 October 2018
BHARATANO VARASO
કૃષિ પ્રકારો
ભારતના લોકોની સામાજિક-આર્થિક સ્થિતિ ,રાષ્ટ્રિય રાજનીતિ અને ભારતનું સમગ્ર અર્થતંત્ર ખેતી સાથે જોડાયેલું છે. સિંચાઈ પદ્ધતિ ,ખેત પેદાશો ,આર્થિક વળતર જેવી બાબતો ના આધારે ખેતીના પ્રકારો પાડવામાં આવ્યા છે.
1. જીવન નિર્વાહ ખેતી : -
ભારતના ખેડૂતની આર્થિક સ્થિતિ આજે પણ પ્રમાણમાં નબળી છે. નાના કદના ખેતરોમાં મોંઘાદાટ બિયારણો ,ખાતર અને જંતુનાશકોનો ઉપયોગ કરવો પોસાય તેમ નથી. ખેતરમાં થતું અનાજનું ઉત્પાદન પોતાના પરિવારના ઉપયોગ જેટલું જ થાય છે. ,જે તેના કુટુંબોના ભારણ પોષણમાં જ વપરાય જાય છે. માટે આવી ખેતીને જીવન નિર્વાહ કે આત્મ નિર્વાહ ખેતી કહેવામાં આવે છે.
2. સૂકી ખેતી : -
વરસાદ ઓછો પડે છે ,સિંચાઈની અપૂરતી સગવડ અને માત્ર વરસાદ પાર આધારિત હોય તેવા વિસ્તારોમાં માત્ર જમીનમાં સંગ્રહાયેલા ભેજના આધારે એક જ પાક લેવામાં આવે છે. તેને સૂકી ખેતી કહે છે. અહી જુવાર,બાજરીઅને કઠોળ જેવા પાણીની ઓછી જરૂરિયાત વાળા પાકો થાય છે.
3. આર્દ ખેતી : -
જ્યા વરસાદનું પ્રમાણ વધુ છે અને સિંચાઈની સગવડ પણ વધુ છે તેવા વિસ્તારોમાં આર્દ ખેતી કરવામાં આવે છે. વરસાદ ન પડે કે ઓછો પડે ત્યારે સિંચાઈ દ્વારા વર્ષમાં એક કરતા વધુ પાકો લઈ શકાય છે. જેમાં ડાંગર,શેરડી,કપાસ વગેરેની ખેતી થાય છે.
4. સ્થળાંતરિત (ઝુમ )ખેતી : -
આ પ્રકારની ખેતીમાં જંગલોમાં ઝાડો કાપીને તેને સળગાવીને જમીન સાફ કરી ત્યાં ખેતી કરાય છે અહી બે-ત્રણ વર્ષ ખેતી કરાય છે.જમીનની ફળદ્રુપતા ઘટતા આ વિસ્તાર છોડી દઈને બીજી જગ્યાએ આજ રીતે ખેતી કરવામાં આવે છે. આ ખેતીને ઝૂમ ખેતી પણ કહે છે. આ ખેતીમાં ધ્યાન પાક કે શાકભાજી ઉગાડાય છે.
5. બાગાયતી ખેતી : -
બાગાયતી ખેતી એક ખાસ પ્રકારે થતી ખેતી છે. એમાં રબર, ચા, કોફી, કોકો, નાળિયેરી ઉપરાંત સફરજન,કેરી,સંતરા,દ્રાક્ષ , આંબળા , લીંબુ, ખારેક વગેરે ફળોની ખૂબજ માવજત સાથે ખીતી કરાય છે. આ પ્રકારની ખેતીમાં વધુ મૂડી રોકાણની જરૂર પડે છે. સાથે સાથે પરિવહનની સુવિધા પણ હોવી જોઈએ
6. સઘન ખેતી : -
જ્યા સિંચાઈની સુવિધા વધી છે ત્યાં રાસાયણિક ખાતરો , કીટનાશક અને વિવિધ પ્રક્રિયામાં યંત્રોના વ્યાપક ઉપયોગથી ખેતીમાં યાંત્રીકરણ આવી ગયું છે. આ પ્રકારે થતી ખેતી ને સઘન ખેતી કહે છે. આ ખેતીમાં રોકડિયા પાકોનું વાવેતર વધુ પ્રમાણમાં કરાય છે. આ ખેતીમાં આર્થિક વળતરને મહત્વ અપાતું હોવાથી તેને વ્યાપારી ખેતી પણ કહે છે.
Sunday, 7 October 2018
INDIAN DANCE
ભારતની નૃત્ય કલા
ભરત નાટ્યમ
ભરત નાટ્યમનું ઉદભવ સ્થાન તમિલનાડુ રાજ્યનો તાંજોર જિલ્લો ગણાય છે. ભરત મુનિએ રચેલ 'નાટ્યશાસ્ત્ર ' અને નંદીકેશ્વર રચિત 'અભિનવ દર્પણ' આ બંને ગ્રંથો ભરતનાટ્યમના આધાર-સ્ત્રોત છે.
મૃણાલિનીસારાભાઈ, ગોપીકૃષ્ણ ફિલ્મ ક્ષેત્રની જાણીતી અભિનેત્રીઓ વૈજયંતિમાલા , હેમામાલિની વગેરેએ આ નૃત્યનો વારસો જાળવી રાખ્યો છે.
કથક નૃત્ય
- 'કથન સો કથક કહાવે ' વાક્ય પરથી કથક ઉતારી આવ્યું છે. આ નૃત્યનો ઉત્તર ભારતમાં વધુ વિકાસ થયેલો જોવા મળે છે.
- આ નૃત્યમાં સ્ત્રીઓ ચુડીદાર પાયજામો અને ઉપર ઘેરવાળું વસ્ત્ર પહેરે છે.
- પંડિત શ્રી બિરજુ મહારાજ ,સિતારાદેવી અને કુમુદિની લાખિયા વગેરે એ આ કલાને જીવંત રાખી છે.
- મહાભારતમાં શ્રીકૃષ્ણ અને ગોપીઓ સાથેના નૃત્યોની કથાઓ આધારિત કથક નૃત્યનો વૈષ્ણવ સંપ્રદાયની શૃંગાર ભક્તિ સાથે ઉત્તર ભારતમાં વિકાસ થયો છે.
- આ નૃત્યમાં એક પગ પાર ગોળ-ગોળ ફરવું અને નૃત્યના પ્રસંગો પ્રદર્શીત કરવામાં આવે છે.
Friday, 5 October 2018
BRIHADESHVAR TEMPLE TANJOR
બૃહદેશ્વર મંદિર તાંજોર(થુંજાવુર) (તમિલનાડુ )
બૃહદેશ્વર મંદિર
તંજાવુર નામ હિન્દૂ પૌંરાણિક કથાના તંજાન નામના અસુરના નામ પરથી આવ્યું હોય તેવું માનવામાં આવે છે. જેને હિન્દૂ દેવતા વિષ્નુદ્વારા આ સ્થળ પર મારી નાખવામાં આવ્યો હતો. તેવું માનવામાં આવે છે.
તામિલનાડુના તાંજોરમાં આ મંદિર આવેલું છે. આ મંદિરનું નિર્માણ ઈસ. 1003થી ઈસ.1010ના સમય ગાળામાં થયું હતુ. આ મંદિર મહાદેવ શિવનું હોવાથી તેને બૃહદેશ્વર મંદિર કહે છે.
આ મંદિર ચોલ વંશં ના રાજા રાજરાજ પ્રથમે બંધાવ્યું હતું તેથી તેને રાજરાજેશ્વર મંદિર પણ કહે છે. આ મંદિર 500 ફૂટ લંબાઈ અને 250 ફૂટ પહોળાઈ ધરાવતા કોટવાળા ચોગાનમાં બનાવેલું છે. આ મંદિરનું શિખર જમીનથી લગભગ 200ફૂટ ઉંચુ છે અને તે સમયે બૃહદેશ્વર મંદિર ઊંચા શિખર વાળા મંદિરમાં સ્થાન પામતું દ્રવિડ શૈલીમાં નિર્માણ પામેલ આ મંદિર દક્ષિણ ભારતના મંદિરોમાં મહત્વનું સ્થાન ધરાવે છે.
Tuesday, 2 October 2018
HAPPY BIRTHDAY GANDHI BAPU
ભારતના રાષ્ટ્ર પિતા મહાત્મા ગાંધીજી ને આજે 150 વર્ષ થવા જઈ રહયા છે
આજે સમગ્ર દેશમાં બાપુની જન્મ જયંતિ ઉજવાશે આપણે પણ દેશમાં સ્વચ્છતા જાળવી મહાત્મા ગાંધીજી નું સ્વપ્ન સાકાર કરીએ આપણે દરેક સ્વચ્છ ભારતના અભિયાનમાં જોડાઈએ આ કાર્ય માત્ર એક દિવસપુરતું જ ન રહેવું જોઈએ કાયમ માટે ચોખાઈ જળવાઈ રહેવી જોઈએ . ચાલો આપણે એક સાથે સંકલ્પ કરીએ કે હું સ્વચ્છ ભારત અભિયાનમાં જોડાઇશ। જાહેર સ્થળો એ ગંદકી ફેલાવા નહિ દઉં ગામ,શહેર અને જિલ્લાની ચોખ્ખાઈ રાખીશ જેથી લોકોનું આરોગ્ય જળવાઈ રહે
સ્વચ્છ ભારત સમૃદ્ધ ભારત
Saturday, 15 September 2018
Wednesday, 12 September 2018
Saturday, 8 September 2018
Friday, 7 September 2018
બોર્ડ પરીક્ષામાં ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયમાં પુછાતા મહત્વના પ્રશ્નો
આ પ્રશ્નો મેળવવા માટે અહી ક્લીક કરો
આ પ્રશ્નો મેળવવા માટે અહી ક્લીક કરો
Thursday, 6 September 2018
Subscribe to:
Posts (Atom)
-
ભારતના મહત્વના નકશાઓની પી.પી.ટી.ડાઉનલોડ કરવા માટે અહી ક્લીક કરો